શહેરા તાલુકા પંચાયત કચેરી પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મળેલ બેઠક બે કરોડના કામો મંજુર કરાયા

શહેરા,
વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. આ મળેલ બેઠક મા બે કરોડ રૂપિયા ના વિકાસ ના કામો મંજૂર કર્યા હતા.

૫૦-વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત શહેરા તાલુકાના વિકાસશીલ વર્ષ ૨૦૨૦-૨૧ ના નવીન આયોજન માટે તાલુકાના પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે બેઠક યોજાઈ હતી,જેમાં તાલુકાના સ્વાર્ગી વિકાસના આરોગ્ય, શિક્ષણ પોષણ,પશુપાલન જેવા માનવ સૂચકઆંકની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી,સાથે જ વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ તાલુકાને રૂપિયા બે કરોડની ગ્રાન્ટના કામોનું આયોજન મંજૂર કર્યું હતું.આ બેઠકમાં પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી અને પ્રાંત અધિકારી જય બારોટ તેમજ જિલ્લાના લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.