શહેરા તાલુકામાં તળાવો સુકાતા પશુ-પંખીઓના પીવા માટે પાણીની સમસ્યા

શહેરા,પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ ગ્રામિણ વિસ્તારોના કેટલાક તળાવો જ ખાલીખમ ભાસી રહ્યા છે. જેના કારણે આસપાસના પાણીના જળસ્ત્રોતોમાં પણ પાણીનુ સ્તર ધટી ગયુ છે. આ તળાવોમાં પાણી ધટી જવાના કારણે ખાસ કરીને પશુપંખીઓને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી શોધવા માટે આમતેમ ભટકવુ પડે છે. જયાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં ખેડુતો પણ ઉનાળામાં ખેતીકામ કરવાનુ ટાળી રહ્યા છે.

શહેરા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં આવેલા કેટલાક તળાવો સુકાઈ જવાથી ખાલીખમ ભાસી રહ્યા છે. તળાવો સુકાઈ જવાના કારણે પોતાની તરસ છીપાવવા મુંગા પશુ-પંખીઓને પણ આમતેમ ભટકવાનો વારો આવ્યો છે. તાલુકા ગ્રામિણ વિસ્તારમાં ધણા એવા તળાવો આવેલા છે જેમાં ખાસ કરીને મોટા તળાવોમાં પાણી વધારે હોવાથી ત્યાં કોઈ સમસ્યા ઉદ્ભવે તેમ નથી. બીજી બાજુ વરસાદ ઓછો પડવાથી પણ આ પરિસ્થિતિ ઉદ્ભવી છે તેમ કહી શકાય. તળાવો ખાલી થવાના કારણે આસપાસના વિસ્તારોમાં આવેલા કુવાઓ અને તળાવોમાં પણ પાણીના તળ નીચા જોવા મળી રહ્યા છે. પાણી ઓછુ થઈ જવાના કારણે પશુ-પંખીઓને હાલમાં તળાવોમાં જે ખાડાઓમાં પાણી બચ્યુ છે તેમાંથી પીવાનો વારો આવ્યો છે. આમ શહેરા તાલુકામાં આવેલ કેટલાક તળાવોમાં પાણી સુકાઈ જતા તેમજ તળાવની આસપાસ ખેડુતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોવાથી પાણીનો વપરાશ થવાથી ખાલી થઈ ગયુ છે.