શહેરા,
શહેરા તાલુકાના ભુરખલ ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પ્રથમ વખત મુલાકાત લીધી હતી. આ સભામાં ઉપસ્થિત રહીને તેઓએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા સાથે ગ્રામજનોને વેક્સિન મુકવા અપીલ કરી હતી..
શહેરા તાલુકાના ભૂરખલ ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અને રાજકીય નેતા અલ્પેશ ઠાકોર તેમજ ધવલસિંહ ઝાલા એ મુલાકાત લીધી હતી. ઠાકોર ક્ષત્રિય સમાજના યુવાનોએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું પરંપરા મુજબ સાફો પહેરાવીને અને તલવાર આપીને તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતુ.હાલમાં કોરોના મહામારી ચાલી હોય ત્યારે ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે યુવાનોને તેમજ ગ્રામજનોને વેક્સિન મૂકાવી લેવા પર ભાર મૂક્યો હતો. સાથે વ્યસન એ જીવનને બરબાદ કરે છે. ત્યારે વ્યસન પર પણ ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, યુવાનોએ દારૂ, ગુટકા, પાન-બીડી જેવા વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી હતી. આ કાર્યકમમાં ઠાકોર સેનાના અગ્રણી મિતેષ ઠાકોર, ઈશ્ર્વરસિંહ સોલંકી, ક્ષત્રિય ઠાકોર સેના તાલુકા પ્રમુખ કમલેશ પરમાર, નરેન્દ્ર પરમાર સહિત ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહયા હતા.