શહેરા તાલુકાના સગરાડાની વસાહતના પોકસોના આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

શહેરા, શહેરા તાલુકાના સગરાડા નવી વસાહતનો આરોપી ઈસમ સગીરાનું પટાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી જતાં આ બાબતે શહેરા પોલીસ મથકે પોકસો અધિનિયમ અંતર્ગત ગુનો નોંધાતા આ ગુનામાં આરોપીનો કેસ પંચમહાલ ત્રીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજા અને 5,000/-રૂા.નો દંડ ફટકારવામાં આવ્યો.

શહેરા તાલુકાના સગરાડા નવી વસાહત ગામના આરોપી સંજયભાઇ રામસીંગભાઇ મછાર 2018ના વર્ષમાં ફરિયાદીની સગીર વયની દિકરીને પટાવી ફોસલાવી લગ્ન કરવા અને યૌનશોષણ માટે ભગાડી લઈ ગયો હતો. આ બાબતે શહેરા પોલીસ મથકે આઈ.પી.સી.363,366 અને પોકસો અધિનિયમ અંતર્ગત ગુનો નોંધાયેલ હતો. આ ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તે ગુનાનો કેશ પંચમહાલ ત્રીજા એડીશીનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી જતાં સરકારી મદદનિશ વકીલ આર.એમ.ગોહિલ દલીલો કરી હતી. ત્રીજા એડીશીનલ સેશન્સ જજ એ દલીલો સાંભળયા બાદ આરોપી સંજય રામસીંગભાઇ મછારને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી અને 10,000/-રૂા. દંડ કરવામાં આવ્યો.