શહેરા તાલુકા પ્રા.શિક્ષક કર્મચારી ધિરાણ સ.મંડળીની 54 સાધારણ સભા કાંંકરી મોડલ સ્કુલ ખાતે યોજાઈ

શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની 54 મી સાધારણ સભા રામાભાઇ પાટીદારની અધ્યક્ષતામાં કાંકરી મોડલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. આ સાધારણ સભામાં મંડળીને લગતી મહત્વની ચર્ચા કરવામાં આવા સાથે મંડળીના ચેરમેન વિનોદચંદ્ર પરમાર, વાઇસ ચેરમેન અર્જુનસિંહ બારીઆ અને કારોબારી ભરતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની 54ની સાધારણ સભા કાંકરી મોડલ સ્કૂલ ખાતે રાખવામાં આવી હતી. આ સાધારણ સભાના અધ્યક્ષ રામાભાઇ પાટીદાર, મંડળીના ચેરમેન વિનોદચંદ્ર પરમાર, વાઇસ ચેરમેન અર્જુનસિંહ બારીઆ અને કારોબારી અધ્યક્ષ ભરતભાઇ પટેલ, રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંઘના રાજ્યના મહામંત્રી અનિરૂદ્ધસિંહ સોલંકી તેમજ તાલુકા ઘટક સંઘના પ્રમુખ વિનોદભાઈ માછી સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મંડળીની સાધારણ સભાની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત મહાનુભાવોનું મંડળીના સભ્યો દ્વારા ફૂલોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સાધારણ સભાના અધ્યક્ષ રામાભાઈ પાટીદાર અને કારોબારી અધ્યક્ષ ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં સભાસદ સુરક્ષા યોજના બાબતે અને દરેક સભાસદને રૂપિયા 15 લાખ રૂપિયાની મર્યાદામાં લોન ની મંજૂરી આપવામાં આવા સાથે મંડળી ને લગતી મહત્વની ચર્ચાઓ સભાસદોની ઉપસ્થિતિમાં કરાઈ હતી. જ્યારે સોસાયટીના એક વર્ષ દરમિયાનના જે કઈ કામો થયા તેની સંપૂર્ણ માહિતી ઝલક પટેલ દ્વારા પેનલ બોર્ડ પર બતાવીને સંપૂર્ણ માહિતી સભાસદોને આપવામાં આવી હતી. જ્યારે નિવૃત્ત થયેલા શિક્ષકોને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારીના સરકારી મંડળીની 54મી સાધારણ સભામાં મંડળીના કારોબારી અધ્યક્ષ ભરતભાઈ પટેલ, જીલ્લા ઘટક સંઘના મંત્રી અનોપસિંહ બારીયા અને સ્વેચ્છિક સંઘના અધ્યક્ષ મિતેશભાઇ પટેલ, મહામંત્રી જયપાલસિંહ બારીયા, મંડળીના પૂર્વ ચેરમેન શંકરભાઈ બારીયા, સરદારભાઈ વણઝારા સહિત મોટી સંખ્યામાં મંડળીના સભાસદોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.