શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલા રાજ સ્થપાતા સૌએ વધામણાં કર્યા હતા

શહેરા, શહેરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરી ખાતે બાકીની અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે પુંજીબેન હાજા ભાઇ ચારણ અને ઉપપ્રમુખ તરીકે સુમિત્રા બેન દિલીપ સિંહ બારીયાની વરણી કરાઈ હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલા રાજ સ્થપાતા સૌએ વધામણાં કર્યા હતા.

શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે ગુરૂવારના રોજ પ્રાંત અધિકારી એન.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં મિંટિગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા તાલુકા વિકાસ અધિકારી અને સભ્યોની ઉપસ્થિતિમાં શરૂ કરાઈ હતી. પ્રમુખ તરીકે પુંજીબેન ચારણની વરણી કરવામાં આવવા સાથે ઉપપ્રમુખ તરીકે સુમિત્રા બેન બારીયાની, કારોબારી અધ્યક્ષ રેખાબેન માલીવાડ અને દંડક કપિલાબેન બારીયાની વરણી કરવામાં આવી હતી. જ્યારે નવીન પ્રમુખ અને ઉપપ્રમુખને ઉપસ્થિત સભ્યો અને ભાજપ અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે અનેક નામોની ચર્ચા પાછલા કેટલાક દિવસોથી ચાલી રહી હોય ત્યારે એક નવા ચહેરાનું નામ પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે જાહેર થતાં સ્થળ પર કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. તાલુકા પંચાયત કચેરીના નવા પ્રમુખ તરીકે પુંજીબેન ચારણની વરણી થઈ હોય ત્યારે ગ્રામીણ વિસ્તારમાં આવેલ વિવધ વિસ્તારોની સમસ્યા હલ કરવામાં સફળ રહેશે કે નહીં એ તો આવનાર દિવસોમાં પ્રજાજનો ખબર પડી શકશે તેમ છે. તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલા રાજ સ્થપાતા સૌએ વધામણાં કર્યા હતા.