શહેરા તાલુકાની સગીરાનુંં શારીરિક શોષણ કરવાના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન નામંજુર કરતી કોર્ટ

શહેરા તાલુકાની સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરવાના ગુનાના આરોપી દ્વારા રેગ્યુલર જામીન અરજી કોર્ટમાંં મુકવામાં આવી હતી. જામીન અરજીની સુનાવણી હાથ ધરતા જામીન અરજી નામંજુર કરાઈ.

શહેરા તાલુકાના સરાડીયા ગામના આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યુ હતું અને સગીરાનું શારીરિક શોષણ કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે પોકસો અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી શૈલેષ ડાહ્યાભાઇ સોલંકીને ઝડપી પાડીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપી દ્વારા રેગ્યુલર જામીન માટે કોર્ટમાં અરજી કરેલ હોય આ જામીન અરજીની સુનાવણી ચોથા એડીશીનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલોને ધ્યાને લઈ આરોપી શૈલેષ સોલંકીની જામીન અરજી નામંજુર કરવામાં આવી.