શહેરા, શહેરા તાલુકાની સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈ શારીરિક શોષણ કરવાના ગુનાના આરોપી ભાવેશભાઇ બાધરસિંહ ઉર્ફે રમેશભાઇ ખાંટએ રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં મુકેલ હોય આ જામીન અરજીની સુનાવણી હાથ કરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી.
શહેરા તાલુકાના સગીરાને આરોપી ભાવેશભાઇ બાધરસિંહ ઉર્ફે રમેશભાઇ ખાંટ પટાવી ફોસલાવી ભગાડી લઈ ગયેલ હોય અને શારીરિક શોષણ કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોધાવા પામી હતી. આ ગુન્હામાં આરોપી ભાવેશભાઈ ઉર્ફે રમેશ ખાંટને ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાંં મોકલી આપ્યો હતો. આરોપી ભાવેશ ઉર્ફે રમેશભાઇ ખાંંટ દ્વારા પંચ્મહાલ જીલ્લા સ્પે.જજ તથા બીજી એડીશીનલ સેશન્સ કોર્ટના જજ આર.જે.પટેલની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. આ રેગ્યુલર વકીલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલો રજુ કરતા કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની ભાવેશ બાધરસિંહ ઉર્ફે રમેશભાઇ ખાંટ (રહે. બોરીયાવી, શહેરા)ની જામીન અરજી નામંજુર કરવામાં આવી.