શહેરા, પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેરા તાલુકાના ધારાપુર, ધાયકા અને ખરોલી ગામના સરકારી સસ્તા અનાજની દુકાનમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ખરોલી સરકારી દુકાનમાં 16 કટ્ટા ચોખા અને 23 કટ્ટા ધઉંની ધર સામે આવી હતી. સંચાલક દ્વારા અનાજનો જથ્થો લગ્ન પ્રસંગમાંં વેચાણ કર્યા હોવાનું જણાવતા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકરાી એચ.ટી.મકવાણાને સરકારી સસ્તા અનાજની દુકાનોમાંં ગેરરીતિ થવાની ફરિયાદોને પગલે શહેરા તાલુકામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરાના ધારાપુર, ધાયકા, ખરોલી ગામની સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચેકીંગ દરમિયાન ખરોલી ગામની સરકાર માન્ય વ્યાજબી દુકાન માંથી 12 કટ્ટા ચોખા તેમજ 23 કટ્ટા ધઉંની ધટ સામે આવી હતી. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ખરોલી વ્યાજબી દુકાનના સંચાલકને પુછતા અનાજનો જથ્થો ગામમાં લગ્ન પ્રસંગમાંં વેચાણ કર્યાની કબુલાત કરતાં સંચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.