લુણાવાડા તાલુકાના કેળ મહાદેવ ફળિયાના આરોપી ઈસમે 2021ના વર્ષમાં શહેરા તાલુકાની સગીરાને પત્નિ તરીકે રાખવાના ઈરાદે ભગાડી ગયેલ હોય ભોગ બનનારને આરોપી અલગ અલગ સ્થળે લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને પ્રેગનેન્ટ બાળકને જન્મ અપાવી પકડાયેલ ગયેલ હોય આરોપીને પંચમહાલ એડી.સેશન્સ ત્રીજા જજની કોર્ટમાં ચલાવવામાં આવતા સરકારી વકીલએ ધારદાર દલીલોને ઘ્યાનમાં લઈ આરોપીના જામીન અરજી નામંજુર કરાઈ છે.
લુણાવાડા તાલુકાના કેળ ગામે મહાદેવ ફળિયામાં રહેતા ગોરધનભાઈ પર્વતભાઈ પટેલિયા શહેરા તાલુકાની સગીરાને ઓગસ્ટ 2021માં પત્નિ તરીકે રાખવા ભગાડી ગયેલ હતો. આરોપી ભગાડી ગયેલ સગીર વયની હોવાનુ જાણતો હોવા છતાં અલગ અલગ જગ્યારે ફેરવીને ભોગ બનનારને પ્રેગનેન્ટ કરી બાળકને જન્મ અપાવી પકડાઈ જઈ ગુનો આચરેલ હોય અને લાંબા સમયથી નાસતો ફરતો આરોપી પકડાઈ ગયેલ હોય જેને પંચમહાલ ત્રીજા એડિ.સેશન્સ જજ આર.જે.પટેલની સ્પેશિયલ પોકસો કોર્ટમાં જામીન મુકત કરવા અરજી કરેલ હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એમ.ઠાકોરએ ધારદાર દલીલો તેમજ તપાસ હધિકારીઓ સોગંદનામા કાગળો જોતા પ્રથમ દર્શનીય કેસ જણાઈ આવતા જામીન મુકત કરતી અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.