શહેરા, શહેરા તાલુકાના એક ગામની સગીરાને લગ્નના ઈરાદે ભગાડી લઈ જનાર શારીરિક શોષણના ગુનામાં શહેરા તાલુકાના ડેમલીના શૈલેષ રાજેશભાઇ ચૌહાણને સ્પેશયલ પોકસો કોર્ટ એ 20 વર્ષની સજા ફટકારી છે.
શહેરા તાલુકાના એક ગામની સગીરાને શહેરા તાલુકાના ડેમલી ગામના શૈલેષકુમાર રાજેશકુમાર ચૌહાણ પટાવી ફોસલાવી લગ્નના ઈરાદે શારીરિક શોષણ કરવા ફરિયાદીના વાલીપણા માંથી ભગાડી જતાં શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપીને ઝડપી પાડેલ હતા અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવતાં પંચમહાલ જીલ્લા સ્પે.જજ તથા બીજા એડીશનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ આર.એમ.ગોહિલની દલીલોને સાંભળી હતી અને આરોપી શૈલેષકુમાર રાજેશભાઇ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.