શહેરા તાલુકાની સગીરા અપહરણ અને શારીરિક શોષણના ગુનામાં તરવડીના આરોપીને 10 સજા ફટકારતી સ્પે.પોકસો કોર્ટ

શહેરા, શહેરા તાલુકાના સગીરાનુંં લગ્ન કરવાના ઈરાદે ભગાડી જઈ શારીરિક શોષણ કરવાના 2019ના ગુનામાં તરવડી તાલુકા ગોધરાના આરોપીનો કેસ પંચમહાલ સ્પેશ્યલ જજ તથા બીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીને 10 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો.

શહેરા તાલુકામાં 2018ના વર્ષમાં સગીરાનું લગ્ન કરવાના ઈરાદે અને શારીરિક શોષણ કરવાના ગુનામાં આરોપી સંંજયભાઇ જસવંતભાઇ બારીયા (રહે. તરવડી, તા.ગોધરા) વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે 363, 366 તથા પોકસો અધિનિયમ કલમ(4) મુજબ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસ પંચમહાલ જીલ્લા સ્પેશ્યલ જજ બીજા એડીશનલ જજ આર.જે.પટેલની કોર્ટમાં કેસ ચાલી જતાં મદદનિશ સરકારી વકિલ આર.એમ.ગોહિલ એ વિગતવાર દલીલો રજુ કરી હતી. દલીલો સાંભ્યાળ બાદ કોર્ટ દ્વારા આરોપી સંંજયભાઇ જશવતભાઈ બારીયાને 10 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો.