
શહેરા, પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલ સરકારી સસ્તા અનાજની FPS જેઓના પરવાનેદાર અતિક આર. કાજી છે જેઓને ત્યાં તપાસ કરતા પરવાનેદાર દ્વારા દ્વારા ઓનલાઇન પ્રિન્ટેડ કુપન આપવવામાં આવેલ નથી. જે પરવાનેદાર કબૂલે છે તેમજ રેશનકાર્ડ ધારકોના નિવેદન લેતા તેઓને મળવાપાત્ર ચણા તથા તુવેરદાળ તેમને આપવામા આવેલ નથી તેમ છતાં યરાત પોર્ટલમાં પરવાનેદારના યૂઝર તેમજ પાસવર્ડ થી લોગીન કરતાં ચણા અને તુવેરદાળ જથ્થો ઇસ્યુ થયેલ બતાવે છે. જે રેશનકાર્ડ ધારકોને ન આપી જથ્થો બારોબાર સગેવગે કરી ખુલ્લા બજારમા ઉચા ભાવે વેચી મારેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવે છે જ્યારે રેશનકાર્ડ ધારકોના જવાબ લેતા તેઓ દ્વારા નિવેદનમાં જણાવે છે કે દુકાનદાર દ્વારા અમોને મળવાપાત્ર જથ્થો ન આપી રાત્રે ટેમ્પામાં ભરી શહેરા બાજુ લઈ જાય છે અને બજારમાં ઊંચા ભાવે વેચી મારે છે જે દુકાનદાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું ગરીબોને આપવાનો થતો જથ્થો ન આપી સગે વગે કરી ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચવાનું તેમનો બદઈરાદો સાબિત થાય છે. જેથી દુકાનદાર સામે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
તેમજ પાદરડી ગામની વ્યાજબી ભાવની દુકાનના સંચાલક મહેન્દ્રભાઈ પગીને ત્યાં તપાસણી કરતાં ફકત ઘઉં કે ચોખા વિના મૂલ્યનીકુપન આપવામા આવે છે પરંતુ રાહત દરે વિતરણ કરતી જણસી ચણા ખાંડ તુવેરદાળ તથા મીઠાની કુપન આપવામા આવેલ નથી. તેમજ દુકાનમાંથી ઘઉં 3 કટ્ટાની વધ મળેલ છે જે વધ મળેલ જથ્થો જેની કિંમત 4050 અંકે ચાર હજાર પચાસ રૂપિયાનો જથ્થો સીઝ કરી આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારી અનાજમા ગેરરિતી કરનાર પરવાનેદારોમાં ભય સાથેનો સન્નાટો પ્રસરી જવા પામયો છે.