શહેરા તાલુકાના વલ્લવપુર ગામેના નાયક ફળીયા અને રાજપૂત ફળીયામાંં પાણી વિકટ સમસ્યા

શહેરા,શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામમાં આવેલા નાયક ફળિયા તેમજ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ રાજપૂત ફળિયામાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા વાડી તાલુકા પંચાયત સદસ્ય જે.બી.સોલંકી એ તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જ્યારે નવી વાડી ગામના અમુક વિસ્તારમાં પણ પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે અમુક ગામોમાં પાણીના પોકારો ઉઠી રહયા છે. ત્યારે શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામના નાયક ફળિયા તેમજ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ રાજપૂત ફળિયામાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓ હેરાન પરેશાન થતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ ગામમાં પાણીની સમસ્યા હોવાથી વાડી તાલુકા પંચાયત સદસ્ય જે.બી.સોલંકી એ તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ ગામમાં નલ સે જલ યોજના હોવા છતાં આ ગામના અમુક વિસ્તારમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની વિકટ પરિસ્થિતિ હોય ત્યારે પાણી પુરવઠા સહિત નું જવાબદાર તંત્ર વહેલી તકે પાણી સમસ્યા હલ કરે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે. જ્યારે નવી વાડી ગામના અમુક વિસ્તારમાં પાણી સમસ્યા હોવાથી અહીંની મહિલાઓને ઉનાળાની શરૂઆત થી પીવાના પાણી ભરવા માટે આમતેમ ભટકવું પડતું હોય ત્યારે ભર ઉનાળે તાલુકા પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તે પહેલા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પોતાની ઓફિસની ઠંડી હવા ખાવાની જગ્યાએ ગ્રામીણ વિસ્તારની મુલાકાત લેવાનું વિચારવું જોઈએ સાથે વાસ્મોના અધિકારીએ પણ આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને પોતાની નૈતિક ફરજ બજાવીને નલ સે જલ યોજના ની કામગીરી નિયમ મુજબ થાય છે કે નહીં તેની તપાસ પણ નિષ્પક્ષ રીતે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.