શહેરા તાલુકાના વાડી ગામમાં વણાકબોરી પાણી પુરવઠા યોજનાના પાણીના સંપ માંથી પાણીનો વેડફાટ

  • પાણીના સંપની મોટરમાં ખામી સર્જાતા આ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ.
  • પાણીના સંપની પાઇપ ની બાજુમાંથી પાણીનો બગાડ થતો હોય જ્યારે બીજી તરફ જોવા જઈએ તો આજ ગામના અમુક વિસ્તારમાં પીવાનું પાણી જરૂરિયાત મુજબ નહીં મળતું હોવાની પણ બુમો ઉઠી રહી.

શહેરા,શહેરા તાલુકાના નવી વાડી ગામમાં વણાકબોરી પાણી પુરવઠા યોજનાના પાણીના સંપ માંથી પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો હતો. જ્યારે પાણીના સંપની મોટરમાં ખામી સર્જાતા આ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી હતી.

શહેરા તાલુકાના નવીવાડી ગામમાં વણાકબોરી પાણી પુરવઠા યોજના ના પાણીના સંપ માંથી પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો હતો. ઉનાળામાં પાણીની તાતી જરૂરિયાત હોય એવા સમયે આ સંપ માંથી પાણીનો વેડફાટ થવા સાથે સંપ માંથી પાણી નીકળીને રસ્તા પર વહી રહયું હતું. એક તરફ પાણીના સંપની પાઇપની બાજુમાંથી પાણીનો બગાડ થતો જોવા મળેલ. જ્યારે બીજી તરફ આજ ગામના અમુક વિસ્તારમાં પીવાનું પાણી જરૂરિયાત મુજબ નહી મળતુ હોવાની પણ બુમો ઉઠી રહી હતી. જોકે, બે લાખ લીટર પાણીના સંપની મોટર માં ખામી સર્જાતા આજ ગામમાં આવેલ બીજા પાણીના સંપમા પાણી પહોંચી શકશે નહી આના કારણે ગ્રામજનોને પાણીની મોટર રીપેરીંગ થાય નહી ત્યાં સુધી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે. ઉનાળામાં પાણીનું મહત્વ વધારે હોય ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક પાણીના સંપ માંથી પાણીનો બગાડ થતો અટકે એ માટેની કામગીરી ક્યારે કરવામાં આવશે, એ તો જોવુજ બની રહયુ છે.