શહેરા, શહેરા તાલુકાના ઉંજડા ગામના 25કરતા વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડના હસ્તે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો હતો.
પંચમહાલમાં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસથી નારાજ થયેલા કાર્યકરો ભાજપમાં જોડાઈ રહયા છે. જ્યારે શહેરા તાલુકાના ઊંજડા ગામના 25કરતા વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ જીલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડના હસ્તે ભુરાભાઈ, મહેશભાઈ પરમાર, રાહુલભાઇ, અનિલ પરમાર સહિતના 30કરતા વધુ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા પણ કોંગ્રેસના અમુક કાર્યકરો ભાજપમાં જોડાયા હોય જ્યારે ફરી એક વખત કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા આવનાર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડુ પાડવામાં ભાજપને સફળતા મળી હોય એમ કહીએ તો નવાઈ નહી.