શહેરા તાલુકાના ધી બોરડી દુધ ઉત્પાદક મંડળી લેટર પેડના ખોટું લખાણ લખી કોર્ટમાં ઉપયોગ કરનાર આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

શહેરા તાલુકાના બોરડી દુધ ઉત્પાદક મંંડળીના લેટરપેડ ઉપર ખોટું બનાવટી લખાણ લખી ખોટા દસ્તાવેજ કોર્ટમાં રજુ કરનાર આરોપી જયેન્દ્રસિંહ ઈશ્વર સિંહ સોલંકીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરતાં જીલ્લા પ્રિન્સી.ડીસ્ટ્રી.જજની કોર્ટે જામીન અરજી નામંંજુર કરી.

શહેરા તાલુકાના બોરડી ખાતે રહેતા આરોપીઓ દિલીપકુમાર કાંંતીલાલ પટેલ, જયેન્દ્રસિંહ ઈશ્વર સિંહ સોલંકી સામે પોલીસ ફરિયાદ થયેલ હતી. આ કેશ માંથી બચવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ધી બોરડી દુધ ઉત્પાદક મંડળીના લેટરપેડ ઉપર ખોટું લખાણ લખી બનાવટી દસ્તાવેજ બનાવી કોર્ટમાં સાચા તરીકે ઉપયોગ કરી મંડળીના લેટરપે તથા સિકકા પોતાની પાસે ગેરકાયદેસર રાખેલ હતા અને બનાવટી દસ્તાવેજોને સાચા તરીકે કોર્ટમાં રજુ કરી શહેરા કોર્ટમાંં કેસનો નિકાલ કરાવી ગુન્હો કરેલ હોય આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે આરોપીઓની અટકાયત કરી જયુ.કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપી જયેન્દ્રસિંહ ઈશ્વર સિંહ સોલંકી એ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરેલ હોય આ જામીન અરજીની સુનાવણી જીલ્લા પ્રિન્સી.ડીસ્ટ્રીકટ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરએ વિગતવાર દલીલો કરેલ હોય આ દલીલોને ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપી જયેન્દ્રસિંહ સોલંકીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી.