શહેરા તાલુકાના સેવાસદનના ત્રીજા માળે ફેમીલ કોર્ટનો પ્રારંભ

શહેરા તાલુકામાં ખાતે આવેલ તાલુકા સેવાસદનના ત્રીજા માળે ફેમિલી કોર્ટનો પ્રારંભ થયો હતો. ફેમિલી કોર્ટના જજના હસ્તે રીબીન કાપવા સાથે હવેથી તાલુકાના લોકોને ગોધરા સુધી જવું પડશે નહી.

શહેરા તાલુકામાં ફેમિલી કોર્ટ નહી હોવાથી ગોધરા ખાતે જવું પડતું હતું. જ્યારે ગુરૂવારના રોજ તાલુકા સેવાસદનના ત્રીજા માળે ફેમિલી કોર્ટની શરૂઆત કરવામાં આવી આ સાથે ફેમિલી કોર્ટના જજ એમ.એમ. મનસુરીના હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાલુકા મથક ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા હવેથી સ્ત્રીઓના લગતા તેમજ ભરણ પોષણ સહિતના કેસો અહીં ચાલનાર છે. આ પ્રસંગે ફેમિલી કોર્ટના જજ એમ.એમ.મન્સૂરી, કોર્ટના સિનિયર સિવિલ જજ તેમજ એડિશનલ સિનિયર સિવિલ જજ એમ.વી. ચોક્સી સહિત વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.