શહેરા તાલુકાના સાજીવાવ ગામે ખેતરમાં નમી પડેલ વીજ વાયરોથી કરંટ લાગવાનો ડર મેન્ટેનન્સ થાય તે જરૂરી

શહેરા,શહેરા તાલુકાના સાજીવાવ ગામ ખાતે અમુક ખેડૂતના ખેતરમાં નમેલા વીજ વાયરો થી ખેડૂતને કરંટ લાગવાનો ડર રહેતો હોય છે. આ ગામમાં વીજ લાઈનની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હશે કે નહીં એવા અનેક સવાલો ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યા હતા.

શહેરા તાલુકાના સાજીવાવ ગામના ફ્તા ભાઇ બારીઆ સહિતના અમુક ખેડૂતો ના ખેતરમાં વીજ વાયરો નમી ગયેલા જોવા મળી રહયા હતા. ખેડૂતના ખેતરમાં જમીનથી આશરે આઠ ફૂટ ના અંતરે જીવંત વીજ વાયર પાછલા કેટલાક મહિનાઓથી નમેલા હોવા છતાં વીજ કંપની દ્વારા આ બાબતને કોઈ જ ગંભીરતા લેવામાં આવી નથી. આ વિસ્તારના જાગૃત ગ્રામજન દ્વારા એમજીવીસીએલ તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ હોય ત્યારે તેમ છતાં આ વીજ લાઈનના મેન્ટેનન્સની કામગીરી ન કરવામાં આવવાના કારણે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કામ કરતો હોય ત્યારે તેને સતત વીજ કરંટ લાગવાનો ડર રહેતો હોય છે. ખેડૂતના ખેતરમાં આશરે આઠ ફૂટ ઊંચાઈ પર નમેલા વાયરો ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી પરિસ્થિતિ જોવા મળેલ હોય ત્યારે વીજ કચેરીના અધિકારી સ્થળ પર પહોંચી જઈને વીજ વાયરો ખેંચવાની કામગીરી કરવામાં આવે એવી આશા આ વિસ્તારના ખેડૂતો રાખી રહયા. હતા. આ વિસ્તારના બીજા અન્ય ખેડૂતોના ખેતરમાં પણ અમુક જગ્યાએ વિજ થાંભલા નમી ગયેલા હોય ત્યારે સંબંધિત તંત્ર આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને આ વિસ્તારના ખેડૂતોને સમયસર વીજ પુરવઠો મળી રહે અને વીજ લાઈનના મેન્ટેનન્સની કામગીરી તાત્કાલિક કરવામાં આવે તે પણ જરૂરી છે.