- સમગ્ર સમાજ ભ્રષ્ટાચાર દૈત્યથી હેરાન છે : પ્રિન્સી.જજ સી.કે. ચૌહાણ.
શહેરા તાલુકાના લોકસભાની ચુંટણી દરમ્યાન રેણા પ્રાથમિક શાળામાં મતદાન મથકની ફાળવણી કરવામાં આવેલ અને તેમાં ભાજપ તરફથી બુથના મેનેજર તરીકે નરેન્દ્રકુમાર દીપભાઇ તલારની નિમણૂંક કરવામાં આવેલ અને તે સમયે રાહુલભાઇ નામના વ્યકિતએ એજન્ટને બહાર બોલાવેલ અને નરેન્દ્રકુમાર રોડ ઉપર જતા ત્યાં હાજર નટુભાઇ ધુળાભાઇ પરમાર અને તેમના છોકરા હર્ષિ અને રાહુલભાઇને નરેન્દ્રભાઇ સાથે ઝગડો કરેલ હતો અને તેમ ખોટી રીતે સરપંચ માંથી કઢાયેલ છે. તેમ કહી નરેન્દ્રભાઇ મારમારેલ અને જયેન્દ્રભાઇ એ તલવારથી હુમલો કરી માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હતી.
આરોપી નટુભાઈએ ધરપકડ થી બચવા જીલ્લા પ્રિન્સી.ડીસ્ટ્રીકટ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે અરજીની સુનાવણી કામે તપાસ કરનાર અધિકારી દ્વારા જરૂરી કેસ કાગળો અને સોગંદનામુંં રજુ કરવામાં આવેલ અને અરજદાર આરોપીના વકીલ એન.કે.પરમાર દ્વારા સી.કે.ચૌહાણની કોર્ટમાંં રજુઆત કરવામાં આવી કે, હાલ કેસ અને ફરિયાદ ખોટી અને બનાવટી ઉપજાવી કાઢેલી છે. આરોપીના વકિલ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ જેમાંં ફરિયાદી ઈજા પામનાર મનરેગામાંં મજુરી કામ કરે છે અને બનાવ સમયે અને ફરિયાદ આપવામાં આવી ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
તે તમામે ઈજા પામનારને ફરિયાદીને મનરેગામાં મજુર તરીકે દર્શાવેલ છે અને તે રજુ કરવામાં આવેલ લોકસભા ચુંટણીમાં જાહેર રજા કરેલ હોય શ્રમિકો રજા આવેલ હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે ચુંટણી એજન્ટ તરીકે કામગીરી બજાવતા હતા. તો તે દિવસે તેમની હાજરી મનેરેગા રજીસ્ટરમાં ભરવામાં આવેલ છે. તે બતાવે છે કે, મનરેગાના કામો ચાલે છે.
તેમાંં ભયંકર પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. હાલના સંાંપ્રત સમયમાં ભ્રષ્ટાચારના દૈત્યએ સમાજમાં ભરડામાંં લીધેલ છે. જેથી આ બાબતે ઉંડી તપાસ થવી જરૂરી છે. જેથી પંચમહાલ જીલ્લા સેશન્સ જજ સી.કે.ચૌહાણ હુકમ કરી તપાસ કરનાર અધિકારી શહેરાને તાત્કાલીક યોગ્ય તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ કરવા જણાવેલ છે. અને કમિશ્ર્નર રૂરલ ડેવલોપમેન્ટ ગાંધીનગરને ઈન્કવાયરી કરી અહેવાલ પાઠવવા જણાવેલ છે અને આવા ફોડના કિસ્સામાં તમામે જાગૃત રહેવું જોઈએ તેવું નોંધાવામાંં આવ્યું.