શહેરા, રેણા પંચાયતના સરપંચ સામે ગ્રામ પંચાયતના છ સભ્યોએ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ તા.5 ઓકટોબરે તાલુકા પંચાયત ખાતે રજુ કરાયો હતો. જેને લઈ તા.6 નવેમ્બરના રોજ રેણા ગ્રામ પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી એમ.એમ.ડામોરના અઘ્યક્ષ સ્થાને રેણા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી એસ.સી.બામણિયાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા રાખવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના 6 સભ્યો તેમજ સરપંચ મળી કુલ 7 સભ્યો હાજર રહ્યા હતા. મળેલ સામાન્ય સભામાં સરપંચ વિરુદ્ધ 6 સભ્યોએ હાથ ઉંચો કરી મત આપતા સરપંચની તરફેણમાં એકપણ મત ન હતો જયારે યોજાયેલ સામાન્ય સભામાં સરપંચ પોતે હાજર રહ્યા હતા. પરંતુ હાજરી પત્રકમાં સહી કરી ન હતી. જેને લઈ સરપંચ સામેનો અવિશ્ર્વાસનો પ્રસ્તાવ પસાર થતા રેણા ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ હવે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને સોંપાશે.