- 4 વર્ષીય બાળકને સામાન્ય ઈજાઓ.
શહેરા, શહેરા તાલુકાના પડીયા ગામે રોડ ઉપર છકડા ચાલકે પોતાનું વાહન બેદરકારીથી હંંકારી છકડાની અંદબ બેઠેલ મહિલા અને 4 વર્ષીય બાળકને નીચે પાડી દેતાં બાળકને સામાન્ય ઈજાઓ તેમજ મહિલાને ગંભીર ઈજાઓ થતાં દવા સારવાર દરમ્યામન મરણ જતાં આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંઘાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના પડીયા ગામે રોડ ઉપરથી પસાર થતાં છકડા નં.જીજે.17.વીવી.0193ના ચાલકે પેસેન્જર ભરે છકડો પુરઝડપે ગફલતભરી રીતે હંકારી અંદર બેઠેલ મુસાફરો પૈકી સંગીતાબેન નરેશભાઇ બારીયા તથા રોહિત નરેશભાઇ બારીયા ઉ.વ.4ને નીચે પાડી દીધા હતા. છકડા માંંથી રોડ ઉપર પટકાયેલ સંગીતાબેન બારીયાના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે રોહિત ઉ.વ.4ને સામાન્ય ઈજાઓ થઈ હતી. સંગીતાબેન બારીયાને દવા સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું અને છકડા ચાલક નાશી જઈ ગુન્હો કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.