શહેરા તાલુકાના નવીવાડી ગામ ખાતે ચામુંડા માતાજીના મંદિરનો નવમો પાટોત્સવની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી

  • શહેરાના જૂની વાડી ગામ ખાતે હનુમાન જયંતીને લઈને પૌરાણિક હનુમાનજીના મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટીયા..

શહેરા, શહેરાના નવીવાડી ગામ ખાતે ચામુંડા માતાજીના મંદિરનો નવમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિમય માહોલ વચ્ચે માતાજીના ભક્તોએ પૂજા અર્ચના કરીને દર્શન આવેલા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

શહેરા તાલુકાના નવીવાડી ગામની વચ્ચે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરનો નવમો પાટોત્સવને લઈને માતાજીના ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવા સાથે મહા આરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જ્યારે મંદિર ખાતે દિવસ દરમિયાન ભક્તોની અવર જવર રહેવા સાથે માતાજીના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિરના નવમા પાટોત્સવમાં આવનાર દરેક ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લઈને મંદિરમાં બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગામની વચ્ચે આવેલ આ ચામુંડા માતાજીના મંદિર સાથે સ્થાનિક ગ્રામજનો અને અન્ય ગ્રામજનો ની આસ્થા જોડાયેલી છે.