શહેરા તાલુકાના નરસાણા ગામ ખાતે અશ્ર્વિન વણકરના ખેતર માંથી દસ ફૂટ લંબાઈ ધરાવતો અજગરને વન વિભાગ એ પકડી પાડયો

શહેરા, શહેરા તાલુકાના નરસાણા ગામ ખાતે અશ્ર્વિન વણકરના ખેતરમાં અજગર જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. ખેતર માંથી 10 ફૂટ લંબાઈ ધરાવતો અજગરને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને પકડી પાડીને સુરક્ષિત જંગલમાં છોડી મૂક્યો હતો.

શહેરા તાલુકાના નરસાણા ગામ ખાતે અશ્ર્વિન પ્રફુલભાઈ વણકર પોતાના ખેતરમાં ખેત મજુરો સાથે ખેતી કામ કરી રહ્યા હતા. ત્યારે દસ ફૂટ લંબાઈ ધરાવતો અજગર તેમને જોવા મળતા તેઓ ગભરાઈ જવા સાથે બુમાબુમ કરતા આજુબાજુમાં ખેતી કામ કરતા લોકો દોડી આવ્યા હતા.ખેડૂત અશ્ર્વિન વણકર દ્વારા ખેતરમાં અજગર હોવાની જાણ વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલને કરી હતી. જેને લઈને વન વિભાગના ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર કે. ડી.ગઢવી, એસ.બી. માલીવાડ, શેખપુર બીટગાર્ડ કે.આર. બારીઆ, વિજયભાઈ સહિતનો સ્ટાફ ખેડૂતના ખેતરમાં પહોંચી જઈને અજગરને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી. જોકે 10 ફુટ લંબાઈ ધરાવતો અજગર સુઢીયું ના પાકની અંદર હોવાથી વન વિભાગની ટીમને ભારે તકલીફ પડી રહી હતી. જોકે ભારે જહેમત બાદ અજગરને પકડી પાડવામાં ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર કે. ડી.ગઢવીની ટીમને સફળતા મળી હતી. ખેડૂતના ખેતર માંથી પકડી પાડેલ અજગરને જોવા માટે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા.ખેડૂતના ખેતર માંથી પકડી પાડેલ દસ ફૂટ લંબાઈ ધરાવતા અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મૂકવામાં આવ્યો હતો. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અનેક ખેડૂતોના ખેતરમાં અજગર દેખા દેતો હોય ત્યારે આ બાબતની જાણ સ્થાનિક વનવિભાગને પણ કરવામાં આવે, જેથી વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી શકેતો નવાઈ નહી. હાલ તો આ પકડી પાડેલ અજગરે આ વિસ્તારમાં કોઈ પશુનો જીવ લીધેલ છે કે નહી તે દિશામાં પણ સ્થાનિક વનવિભાગની ટીમ અહીં આવીને તપાસ કરે તે પણ જરૂરી છે. જોકે, જંગલ વિસ્તારમાંથી અજગર ધીમે ધીમે માનવ વસ્તીમાં આવતા હોય ત્યારે વન વિભાગ દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેવામાં આવવા સાથે અજગર ની વસ્તી ગણવામાં આવે એવી વન પ્રેમીઓની માંગ ઉઠી હતી.