શહેરા તાલુકાના મોર- ઉંડારા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં વર્ષ 2015-16થી વર્ષ 2022-23 સુધી સરકાર દ્વારા ફળવાયેલ 14માં અને 15માં નાણાપંચ તેમજ અન્ય વિકાસના કામોમાં ગેરરીતી સહિત એક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર

  • વિકાસના કામોમાં ગેરરીતી સહિત એક કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર.
  • ચાલુ સરપંચ અને માજી સરપંચ દ્વારા કરવામાં આવેલ હોવાની.
  • પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી.
  • 59 જેટલા સ્થળો પર કામ નહી કરીને સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટોની કુલ રકમ 1,01,87,000 કરોડ જેટલી રકમનુ ચુકવણુ કરવામાં આવ્યું હતું. જેમા તે રકમની ગેરરીતી આચરી ભષ્ટ્રાચાર આચરવામાં આવતા શહેરા પોલીસ મથકે નોંધાઇ ફરીયાદ.
  • માજી સરપંચ અને ચાલુ સરપંચ બંને પિતા પુત્ર અને વર્ષોથી સોમાભાઈ પગીના પરિવાર માંથી ગામમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવતા હતા.

શહેરા,શહેરા તાલુકાના મોર- ઉંડારા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં વર્ષ 2015-16થી વર્ષ 2022-23 સુધી સરકાર દ્વારા ફળવાયેલ 14માં અને 15માં નાણાપંચ તેમજ અન્ય વિકાસના કામોમાં ગેરરીતી સહિત એક કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર ચાલુ સરપંચ અને માજી સરપંચ દ્વારા કરવામાં આવેલ હોવાની પોલીસ મથક ખાતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

શહેરા તાલુકાના મોર ઉંડારા ગામનો વિકાસ થાય એ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. જોકે અમુક ગ્રાન્ટો સ્થળ પર કામ કર્યા વગર ઉપાડી લેવામાં આવવા સાથે નિયમો મુજબના કામો નહીં કરીને ગેરરીતી વિકાસના કામોમાં કરેલ હોવાનું જીલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમ દ્વારા બહાર આવતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ મથક ખાતે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા મોર ઉંડારા ગામના ચાલુ સરપંચ મહેશ પગી અને માજી સરપંચ સોમા પગી સામે વિકાસના કામોમાં ગેરરીતી અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ ગ્રામ પંચાયતના માજી સરપંચ અને ચાલુ સરપંચ દ્વારા વર્ષ 2015 -16 થીવર્ષ 2022-23 સુધી 14મા અને 15માં નાણાપંચના વિકાસના કામો, વિવેકાધીન જોગવાઈ,એ.ટી.વી.ટી , વિકાસશીલ 15ટકા વિવેકાધીન જોગવાઈ,એમએલએ જોગવાઈ તેમજ ચેકવોલ,સી.સી.રસ્તા સહિત વિવિધ યોજનાના કામોમા સરકાર દ્વારા ફાળવામા આવેલી રકમનો ઉપયોગ સ્થળ પર નહી કરીને ગેરરીતી આચરી ભષ્ટ્રાચાર કરવામા આવેલ હોવાનુ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. આ મામલે એક તપાસ ટીમ બનાવામા આવી હતી. જેમા તપાસ કરતા વ્યાપક પ્રમાણમાં ગેરરીતી થઈ હોવાની વિગતો બહાર આવી હતી. જેમા 59 જેટલા સ્થળો પર કામ નહી કરીને સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટોની કુલ રકમ 1,01,87000 કરોડ જેટલી રકમનુ ચુકવણુ કરવામાં આવ્યું હતું. જેમા તે રકમની ગેરરીતી આચરી ભષ્ટ્રાચાર આચરવામા આવતા શહેરા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોર ઉંડારાના પુર્વ સરપંચ સોમાભાઈ પગી અને હાલના સરપંચ મહેશભાઈ પગી સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાતા ડી.વાય.એસ.પી પી.આર. આર.રાઠોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મોર ઊંડારા ગ્રામ પંચાયત કચેરીમાં વર્ષ 2015 થી 2023 સુધીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી. જેમાં 59 જેટલા વિવિધ કામો નહીં કરેલ હોવાનું બહાર આવતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા માજી સરપંચ સોમાભાઈ અને ચાલુ સરપંચ મહેશ પગી સામે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આમ તો માજી સરપંચ અને ચાલુ સરપંચ બંને પિતા પુત્ર છે અને વર્ષોથી સોમાભાઈ પગીના પરિવાર માંથી ગામમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવતા હતા.

મોર ઊંડારા ગ્રામ પંચાયત કચેરીમાં 1 કરોડ 1 લાખ 87હજાર રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે જીલ્લામાં આવેલ બીજી અન્ય ગ્રામ પંચાયતોમાં પણ સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટ જે ફાળવવામાં આવતી હોય છે, તે નિયમો મુજબ ઉપયોગમાં લેવામાં આવતી હશે કે નહીં એવા અનેક સવાલો હાલ ગ્રામજનોમાં અને જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યા છે.

મોર ઊંડારા ગ્રામ પંચાયત કચેરીમાં સરકારની વિવિધ ગ્રાન્ટોનો દૂર ઉપયોગ થવા સાથે એક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. તાલુકા પંથકમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. જોકે, બીજી અન્ય ગ્રામ પંચાયતોમાં પણ સરકારની વિવિઘ ગ્રાન્ટો આવતી હોય ત્યારે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગ્રામ પંચાયતોમાં તપાસ હાથ ધરવામાં આવે એ પણ જરૂરી છે.