શહેરા તાલુકામા રહેતા એસટી એસસીઓબીસી સમાજના લોકો પર કેટલાક માથાભારે ઈસમો હુમલાઓની ઘટનાઓને લઈને ગઈકાલે 200થી વધારે આદિવાસી આગેવાનો ભેગા મળીને જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા.પરંતુ આવેદન પત્ર કલેકટર દ્વારા સ્વીકારવામા આવતું નથી તેઓ આક્ષેપ સાથે આદિવાસી અગ્રણી જિલ્લા કલેકટર કચેરી બહાર બેસી ગયા હતા.સાથે પ્રવિણ પારગી દ્વારા કહેવામાં આવ્યું હતું કે શહેરા પોલીસ તંત્ર દ્વારા સહકાર આપવામાં નહીં આવતાં નો આક્ષેપ કરાયો હતો.જ્યારે આવેદન પત્ર સ્વીકારવામાં ન આવતા આખી રાત કલેક્ટર કચેરીએ બેસી રહ્યા હતાં.
ત્યારે આજરોજ જિલ્લા કલેકટર આશિષ કુમાર તેઓની લાગણીઓને વાચા આપી તેઓનું આવેદન પત્ર સ્વીકાર્યું હતું.ત્યારે આદિવાસી સમાજના અગ્રણી પ્રવીણ પારગી દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પાંચ પ્રકારની માગણીઓ કરવામાં આવી જેમાં જે આરોપી ખુલ્લેઆમ ફરે તેઓની ધરપકડ કરવામાં આવે તેમજ ફરિયાદ લેવામાં જે વિલંબ કર્યો તે તમામ કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા શહેરા તાલુકાના પોલીસ મથકમાં તમામ પોલીસ કર્મચારી અને પીઆઈ ની તાત્કાલિક બદલી થવી જોઈએ અને જેટલા ફરિયાદી છે તેને સુરક્ષા આપવા જેવી બાબતની માગણીઓ કરાઇ હતી.
જ્યારે પાંચ મુદ્દાઓ ઉપરથી જિલ્લા કલેકટર દ્વારા અમારું આવેદન પત્ર સ્વીકાર્યું છે. જ્યારે બાકીના ચાર મુદ્દાઓનું ઘટતું કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.જ્યારે એમણે એવું છે કે જો અમે અહીંથી જતા રહીએ તો અમારું કામ નહિ થયા માટે અમે કલેકટર કચેરી એ બેઠા છીએ.અમારી માગણી સંતોષવા આવશે ત્યારે અમે અહીંથી ઉભા થઈશું…
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી કલેકટર કચેરીએ આજરોજ એસટી એસસી ઓબીસી સમાજના 200થી વધારે લોકો ભેગા મળીને આવેદન પત્ર આપવા માટે એકત્ર થયા હતા.જેમાં ભુરખલ,બોરીયા,મીઠાપુર,બામરોલી,નાકુડી, શહેરા,વાટાવછોડા,ગામોમા માથાભારે લોકો દ્વારા જીવલેણ હુમલાઓ કરવામાં આવે છે.અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ કરવાની જગ્યાએ ડરાવામા ધમકાવામા આવે છે.
તેવુ આવેદન પત્ર માંજણાવાયુ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોના સંરપચ અને પંચાયતના સભ્યોને ડરાવે છે અને ધમકાવે છે,અને માર મારીને જીવલેણ હુમલાઓ કરે છે.શહેરા તાલુકામા કાયદો અને કાનુનની સ્થિતી બગડી છે. પ્રજાને ભયમુકત વાતાવરણ મળે તેવી અમારી માંગ છે.પાનમ અને સિંચાઈ યોજનાના અસરગ્રસ્તો ને ખુબ હેરાન કરવામા આવે છે.તેમની જમીન પર દબાણ કરતા હોવાનો આક્ષેપ સાથે રક્ષણ આપવાની માંગ કરી હતી.