શહેરા તાલુકાના ખાંડા પ્રાથમિક શાળાનો ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ડેપ્યુટી કલેકટર પુન: વસવાટ કડાણા ગોધરા પંચમહાલ નિહાર ભટેરીયાના વરદ હસ્તે બાલવાટિકા, આંગણવાડી અને ધો-1માં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. ખાંડા પ્રાથમિક શાળાની બાલિકાઓએ પ્રાર્થના રજુ કરી.શાળાના આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત તથા યુખ્યગુચ્છ આપી મહેમાનો સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ ડેપ્યુટી કલેકટર નિહાર ભટેરિયા તથા સીારસીસીઓ બાબુભાઈ વણઝારા દ્વારા નવીન પ્રવેશપાત્ર બાળકોને કુમ કુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. ખાંડા ગામના માજી સરપંચ કાળુભાઈ પગી તરફથી નવીન પ્રવેશપાત્ર બાળકોને સ્કુલબેગ, નોટ, દેશી હિસાબ, પેન તથા ગામના અગ્રણી નરવણસિંહ અભેસિંહ રાઠોડ તરફથી સ્લેટ, પેન, દેશી હિસાબની શૈક્ષણિક કીટ તથા ખાંડા શાળા પરિવાર તરફથી સ્ટીલના નાસ્તાના ડબ્બા આપવામાં આવ્યા. ગામના નરેન્દ્રસિંહ લાલસિંહ રાઠોડ તરફથી તિથી ભોજન તથા ગામમાંથી પધારેલ ગ્રામજનોને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. સોૈ દાતાઓનો શાળા પરિવારવતીથી આભાર વ્યકત કર્યો.પ્રવેશ કાર્યક્રમમાં ધો-3 થી 8માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ બાળકોને તથા 100 ટકા હાજરી ધરાવતા બાળકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા. ડેપ્યુટી કલેકટર સાહેબ તથા નરવતસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપ્યુ. એસ.એમ.સીના તમામ સભ્યો, બાળકોના વાલીઓ, ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ખાંડા પ્રાથમિક શાળાના આચાર્ય ભારતસિંહ પગીએ આભારવિધિ કરી હતી.ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શોભાયમાન થવા બદલ ખાંડા શાળા પરિવારે સોૈનો ખુબ આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.