શહેરા, શહેરા તાલુકાના જૂની વાડી થી જુના વલ્લભપુર તરફ જતા ડામર રસ્તા ઊપર કાદવ-કીચડ હોવાથી અહીંથી પસાર થવામાં રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તા પર મસ મોટા ખાડા સાથે આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા અમુક બાઈક સ્લીપ ખાઈ જતા બાઈકને નુકશાન થવા સાથે બાઇક ચાલકને શરીરે ઈજા થવાના પણ બનાવો બનતા સબંધિત તંત્ર સામે સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આ ડામર રસ્તા પરના મોટા ખાડાઓ પુરવા સાથે કાદવ કીચડ દૂર કરવામાં આવે એવી આશા પસાર થતા રાહદારીઓ રાખી રહ્યા હતા. અમુક સમયે તો અહીંથી પસાર થતી વખતે કોઈ વાહન ચાલક વધુ સ્પીડે વાહન લઇ નીકળતા ચાલતા જતા વ્યક્તિ પર કાદવ કીચડના છાંટા ઉડતા કપડાં પણ બગડતા હોય છે. જોવા મળતા દ્રશ્યો પરથી સંબંધિત તંત્ર દ્વારા કાદવ કીચડનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તે જરૂર બની રહયું છે.