શહેરા તાલુકાના ડોકવા ગામના ઈસમે ઈકો ગાડીના ચાલકને મીરાપુર તળાવ ખાતે માર મારી ગંભીર ઈજાઓ કરતા ફરિયાદ

શહેરા,

શહેરા તાલુકાના ડોકવા ગામે રહેતા આરોપીએ ખાંડીયાના યુવાનની ઈકો ગાડી પોતાના ગામે બોલાવી હતી અને ગોધરા જવાનુ કહી મીરાપુર તળાવના કાચા રસ્તા ઉપર ઉભી રખાવી આરોપીએ માથાના ભાગે ફટકા મારી ઈજાઓ કરી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોેંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ડોકવા ગામે રહેતા આરોપી ઈસમ અનીલ કનુભાઈ ચોૈહાણે પોતાના મોબાઈલ ફોન વોટ્સએપ મેસેજ કરી મહેશ કનકસિંહ પરમાર(રહે.ખાંડીયા)ને પોતાની ઈકો ગાડી લઈને ડોકવા ગામે બોલાવ્યો હતો અને આરોપી ગાડીમાં બેસી ગોધરા જવા નીકળેલ હતો. મીરાપુર ગામ પાસે આરોપીએ ગાડીને તળાવના કાચા રસ્તે લેવડાવી હતી અને નીચે ઉતરી થોડીવાર પછી મહેશ પેશાબ કરવા નીચે ઉતરતા માથાના ભાગે લાકડીના ફટકા મારી તેમજ બંને હાથે ફ્રેકચર કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી સ્થળ ઉપરથી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.