- 10 ફેબ્રુઆરીએ યોજાનારા આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી.
શહેરા શહેરા તાલુકાના ડોકવા ગામ ખાતે ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3401 જેટલા તૈયાર થયેલા આવાસો નુ વડાપ્રધાન ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ- લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. ડોકવા ગામ ખાતે 10 ફેબ્રુઆરીએ યોજાનારા આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાથી તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલએ સ્થળની મુલાકાત લેવામાં આવવા સાથે આ કાર્યક્રમમાં લાભાર્થીઓ સહિત વિધાનસભા મત વિસ્તારમાંથી અંદાજીત 10,000 કરતાં વધુ લોકો આ કાર્યક્રમમાં આવનાર છે.
શહેરા વિધાનસભા મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે એવા પ્રયાસો ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકાના ડોકવા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા 3401 જેટલા આવાસોનું ઇ – લોકાર્પણ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા ખાતેથી 10 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા મત વિસ્તારમાં તૈયાર થયેલા આવાસો નુ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ -લોકાર્પણ કરનાર હોવા સાથે આ કાર્યક્રમમાં વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઇ ભરવાડ , તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક તેમજ ભાજપ અગ્રણી પર્વતસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પી.એ રણવીર સિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિત સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મકાનોની ચાવી અપાશે તેમજ આ કાર્યક્રમ માં આવનાર લાભાર્થીઓને કોઈ તકલીફ ન પડે એ માટેનું સુંદર આયોજન તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહયુ છે. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ એ તાલુકા વિસ્તરણ અધિકારી આઇ.આર. ડી ધર્મેન્દ્ર સિંહ સિસોદિયા તેમજ ભાજપ અગ્રણી પર્વતસિંહ ચૌહાણ તેમજ ડોકવા ગામના અગ્રણી રાકેશ ચૌહાણ ને સાથે રાખીને કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ સફળ થાય એ માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવવા સાથે શહેરા વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓ સહિત અંદાજીત 10,000 કરતાં વધુ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.