શહેરા, શહેરા તાલુકાના બોરિયા ગામમાં આવેલ ઉન્નતિ વિદ્યાલય ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચાલતી જનરલ આરોગ્ય ચકાસણી દરમિયાન કુલ 515 બાળકોના આરોગ્યની ચકાસણી કરાતા 08 બાળકોને સંભવિત આંખોના નંબર રીફ્રેક્ટિવ એરર જણાઈ આવતા તેઓના ચશ્મા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
શહેરા તાલુકાના બોરિયા સ્થિત ઉન્નતિ વિદ્યાલય ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓના આરોગ્ય ચકાસણીનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની આરબીએસકે ની ટીમ દ્વારા જનરલ આરોગ્ય ચકાસણી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા
કુલ 515 બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવવા સાથે કમ્યુનિટી હેલ્થ સેન્ટર શહેરાના આંખના નિષ્ણાંત દ્વારા બાળકોના આંખોની તપાસ હાથ ધરતા 08 બાળકોને સંભવિત આંખોના નંબર રીફ્રેક્ટિવ એરર જણાઈ આવતા તેઓના ચશ્મા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે શાળામાં અભ્યાસ કરતા એક બાળકને આંખોમાં મોતિયાની તકલીફ જણાતા તાજપુરા ખાતે આંખની હોસ્પિટલમાં ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું હતું તથા 02 બાળકોને આંખોની વધારે તકલીફ જણાતા, વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા દર ત્રણ મહિને તાલુકામાં આવેલ શાળાઓમાં જનરલ આરોગ્ય ચકાસણીના કેમ્પ રાખવામાં આવવા જોઈએ જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો કોઈ શરીરમાં તકલીફ હોય તો સમયસર તેની સારવાર પણ થઈ શકે તેમ છે.