શહેરા, શહેરા તાલુકાના બોરડી ગામે રહેતા ફરિયાદીએ 2021માં આરોપી ઉપર પોલીસ ફરિયાદ કરેલ હોય આ કેસમાં બચવા માટે આરોપીઓએ ધી બોરડી દુધ ઉત્પાદક મંડળીના લેટરપેડ ઉપર ખોટું બનાવટી લખાણ લખી નામદાર કોર્ટમાં સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે ખોટા બનાવટી પુરાવાનો સાચા તરીકે ઉ5યોગ તેમજ ખોટું નામ ધારણ કરી કોર્ટમાં જુબાની અપાવી ગુનાહિત કાવતરું રચતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના બોરડી ગામે રહેતા ભીખાભાઇ અંબાલાલ પટેલ એ 2021માં આરોપી સેજલબેન દિલીપભાઈ પટેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરેલ હોય આ કેસમાંથી બચવા માટે આરોપીઓ દિલીપભાઇ કાંતીલાલ પટેલ, સેજલબેન દિલીપભાઈ પટેલ એ ધી બોરડી દુધ ઉત્પાદક મંડળીના લેટરપેડ ઉ5ર ખોટું લખાણ લખી બનાવટી દસ્તાવેજ બનાવી નામદાર કોર્ટમાં સાચા તરીકે ઉપયોગ કરી ભીખાભાઇ પટેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા હેતુથી ઉપયોગ કરેલ મંડળીના લેટરપેડ તથા સિકકા પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે રાખેલ આરોપીઓ પુરાવા ખોટા હોવાનુંં જાણવા છતાં કોર્ટમાં ન્યાયીક કાર્યવાહીમાં પોતાનું ધાર્યુ પરિણામ લાવવા માટે સાચા તરીકે રજુ કરી તેમજ ખોટું નામધારણ કરી કે કરાવી ખોટી જુબાની આપી અપાવી નામદાર કોર્ટના કલોઝીંગ પુરસીસમાં ફરિયાદી ભીખાભાઇ પટેલની ખોટી સહી કરી કરાવી ગુનાહિત કાવતરું રચી ગુન્હો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાતા પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.