શહેરા તાલુકાના ભુરખલ ગામે આદિવાસી સમાજ ઉપર થતાં બિનઆદિવાસીઓના અત્યાચરો બંધ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ સંબોધી કલેકટરને આવેદન આપ્યું

શહેરા તાલુકાના ભુરખલ ગામે અવારનવાર આદિવાસી સમાજના લોકો સાથે બિનઆદિવાસી સમાજના માથાભારે અસામાજીક તત્વો દ્વઋારા અત્યાચારો કરવામાં આવી રહેલ છે. અગાઉ પણ શહેરા પોલીસ મથકમાં પાંચ જેટલા ગુના નોંંધાયેલ હોવા છતાં અત્યાચારો અકટવાનું નામ લેતા નથી. ત્યારે ભુરખલ ગામને એટ્રોસીટી ઝોન એરીયા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યુંં.

શહેરા તાલુકાના ભુરખલ ગામે અવારનવાર આદિવાસી સમાજના લોકો સાથે અન્ય બિનઆદિવાસી સમાજના માથાભારે અસામાજીક તત્વો દ્વારા આદિવાસી સમાજના લોકો સાથે અત્યાચારો કરવામા આવી રહ્યા છે. શહેરા પોલીસ મથકમાં આવા આદિવાસી સમાજના લોકો ઉપર થતાં અત્યાચારોની પાંચ જેટલી ફરિયાદ અગાઉ નોંધાવા પામી છે. તેમ છતાં આદિવાસી સમાજ ઉપર અત્યાચારો અટકવાનું નામ લેતા નથી. ભુરખલ ગામને એટ્રોસીટી ઝોન એરીયા જાહેર કરી અનુસુચિત જાતીના લોકોને કાયમી ધોરણે રક્ષણ આપવામાં આવે. એટ્રોસીટી એકટને સ્પેશ્યલ એકટ છે. જેથી પોલીસ સ્ટેશન માંથી આરોપીઓને જામીન ઉપર મુકત કરવાની પ્રથા બંધ કરવામાં આવે પોલીસ મથકોમાં એટ્રોસીટી એકટની ફરિયાદો નોંધાતી નથી. તે બાબતે પોલીસ મથકે સંવેદનશીલ બની ગુનાઓ દાખલ ન કરનાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શહેરા ભુરખલ ગામના આદિવાસી સમાજ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું.