શહેરા તાલુકાના ભુરખલ ગામના દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્ર કરવામાં આવા સાથે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટયા

શહેરા તાલુકાના ભુરખલ ગામના દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવારે સવારથી દર્શનાર્થે ભક્તો ઉમટી આવ્યા હતા. જ્યારે મંદિર ખાતે આવેલા શિવ ભક્તોએ દુધેશ્વર મહાદેવની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે હોમાત્મક લઘુરૂદ્રનો લહાવો પણ શિવભક્તોએ લીધો હતો. મંદિરનું પરિસર દિવસ દરમિયાન હર હર મહાદેવ ના નાંદથી ગૂંજી ઉઠ્યુ હતું. ગામના અગ્રણી કૃપાલસિંહ પરમાર દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવા સાથે ભંડારો પણ તેઓ દ્વારા રાખવામાં આવ્યો હતો.