શહેરા તાલુકાના બાહી કુમાર શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ ડે.કલેકટર સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકનની હાજરીમાં યોજાયો

શહેરા, બાહી કુમાર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 ના બાળકોને શાળામાં પ્રવેશ આપવાનો કાર્યક્રમ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન ગોધરા-પંચમહાલ ફાલ્ગુન પંચાલના હસ્તે યોજવામાં આવ્યો. આંગણવાડીમાં અને બાલ વાટિકામાં બાળકોને શાળા પ્રવેશ આપ્યા બાદ ધોરણ એકના બાળકોને પણ પ્રવેશ આપ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને દાતાઓ ગોપાલચંદ્ર બામણીયા, અશોકસિંહ ડી સોલંકી,ગણપતસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ સોલંકી, તુષારકુમાર દરજી, જયદીપસિંહ કે સોલંકી, હિતેન્દ્રસિંહ બી.સોલંકી, જયદ્રથસિંહ સોલંકી, વિજયકુમાર પરમાર મારફતે સ્કૂલ બેગ, નોટ-બુક્સ, કંપાસ, પેન ,વોટરબેગ આપવામાં આવ્યા. શાળામાં બાળકોના વાલીઓ તેમજ સરપંચ પ્રિયંકાબેન, તાલુકા સદસ્ય અસ્મિતાબેન, દૂધ ઉ.સ.મં.બાહીના ચેરમેન અને સેક્રેટરી, ગામ માંથી વડીલો અને અગ્રણીઓ પ્રવિણસિંહ ડી.સોલંકી, પરાક્રમસિંહ સોલંકી, પ્રમોદસિંહ સોલંકી, અર્જુનસિંહ આહિર, દૂધાભાઈ વણકર, મનુભાઈ વણકર, કાળુભાઇ વાલ્મીકિ તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ અને સભ્યો વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું. આ ઉપરાંત દાતાઓ રાજેન્દ્રસિંહ સોલંકી, પ્રમોદસિંહ સોલંકી, ગિરીશચંદ્ર બામણીયા અને વિજયભાઈ પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે બામણીયા લીલાવતિબેન ધીરૂભાઈ (એન.આર.આઈ. કેનેડા) તરફથી શાળાને વોટર કુલર આપવાની જાહેરાત કરવામાં આવી. પ્રેરક પ્રવચનમાં ડેપ્યુટી કલેક્ટરે શાળા અવિરત પ્રગતિ કરતી રહે તે માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.