શહેરા તાલુકાના બાહી કુમાર શાળા ખાતે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાંં આવી. શાળાના શિક્ષક ગિરીશચંદ્ર ડી બામણીયાના હસ્તે રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ ધ નવચેતન ઈંગ્લીશ સ્કુલ બાહીમાં સંસ્થાના પ્રમુખ પી.ડી.સોલંકીના હસ્તે રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાહી ક્ધયા શાળા, કુમાર શાળા અને હાઈસ્કુલના બાળકોએ દેશભકિત ગીતને લગતા કાર્યક્રમમાં પરફોમન્સ આપ્યુંં હતું. સાથે સાથે માર્ચ-2024નાી બોર્ડ પરીક્ષામાં ધો.10 અને ધો.12માંં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જેમાં મનુભાઇ નાથાભાઇ વણકર, અજીતસિંહ જશવંતસિંહ સોલંકી, પ્રવિણસિંહ ડી. સોલંકી અને ગોપાલચંદ્ર બામણીયા તરફથી બાળકોને મેડલ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાહી ગ્રામ પંંચાયત સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયતના સભ્યો, દુધ ઉત્5ાદક મંડળીના ચેરમેન, સેક્રેટરી તેમજ એસએમસી સભ્યો તેમજ કુમારશાળા, ક્ધયાશાળા, હાઈસ્કુલના શિક્ષકો, બાળકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.