શહેરા તાલુકાના બાહી કુમાર શાળા અને ધી નવચેતન હાઈસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ ડે.કલેકટર પૂન: વસવાટના હસ્તે યોજાયો

શહેરા, શહેરા તાલુકાના બાહી કુમાર શાળામાં બાહી કુમાર શાળા અને ધ નવચેતન ઈંગ્લીશ હાઈસ્કૂલ બાહીનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર પુન:વસવાટ કડાણા,ગોધરા પંચમહાલ નિહાર ભટેરિયાના વરદ હસ્તે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ એક તેમજ ધોરણ 9 અને 11ના બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો. બાહી કુમાર શાળાના બાળકોએ પ્રાર્થના અને હાઈસ્કૂલની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યુ. સાથે સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોપાલચંદ્ર બામણીયા અને તેમની ટીમ અશોકસિંહ ડી. સોલંકી, ગણપતસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ સોલંકી, તુષાર કુમાર સી. દરજી અને હિતેન્દ્રસિંહ બી. સોલંકી તરફથી સ્કૂલબેગ, નોટ-બુક્સ, કંપાસ પાઉચ, દેશી હિસાબ, પેનની શૈક્ષણિક કીટ આપવામાં આવી. વિશાલસિંહ સોલંકી તરફથી વોટર બોટલ આપવામાં આવી. સુરેશકુમાર ડી. પરમાર તરફથી પેન્સિલ રબર અને સંચાની કીટ આપવામાં આવી. નરેન્દ્રભાઇ પરમાર ગામ વાવડી તરફથી તિથીભોજન આપવામાં આવ્યું. વિજયકુમાર પરમાર અને ગામ માંથી પધારેલા દાતાઓ દ્વારા રોકડ ઈનામ-દાન આપવામાં આવ્યું.

તમામ દાતાઓનો બાહી કુમારશાળા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. આજરોજ શાળા પ્રવેશ કાર્યક્રમમાં ધોરણ ત્રણ થી આઠના ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા બાળકોને અને 100 ટકા હાજરી ધરાવતા બાળકોને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું. ડેપ્યુટી કલેક્ટર અને પી.ડી.સોલંકીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. ગામ માંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને અગ્રણીઓ પી.ડી સોલંકી, પરાક્રમસિંહ સોલંકી, કલ્યાણસિંહ સોલંકી, કમલસિંહ સોલંકી, દશરથસિંહ સોલંકી, મહિપાલસિંહ સોલંકી, ચંદ્રવીરસિંહ સોલંકી, પ્રમોદસિંહ સોલંકી, દિલીપભાઈ વિનોદ, હસમુખભાઇ વણકર, વિજયભાઈ પરમાર, સુરેશકુમાર પરમાર, દુધાભાઈ વણકર, એસએમસીના અધ્યક્ષ મહેન્દ્રસિંહ અને સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય અસ્મિતાબેન તેમજ સભ્યો અને હાજર રહેલા ગામના નાગરિકોનો કાર્યક્રમમાં હાજરી આપી. કાર્યક્રમને શોભાયમાન કરવા બદલ શાળા પરિવાર વતી હાર્દિક આભાર માનવામાં આવે છે. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો.