શહેરા, શહેરા તાલુકાના બાહી ગામ પાસેથી પરવાના વગર લાકડાની હેરાફેરી કરતાં ટેમ્પાને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર લાકડાંની હેરાફેરી કરાતી હોવાની બુમો ઉઠી હતી. ત્યારે ગેરકાયદેસર લાકડાંની હેરાફેરી કરતાં તત્વોને ઝડપી પાડવા માટે શહેરા વન વિભાગ દ્વરારા રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે. ગતરોજ રાત્રીના સમયે શહેરા વન વિભાગનો ર ાઉન્ડ સ્ટાફ પેટ્રોલીંંગમાં હતા. ત્યારે બાહી ગામ પાસે ગેરકાયદેસર પરવાનગી બહાર પંચરાઉ લાકડાં ભરીને પસાર થતાં ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો. વન વિભાગ દ્વારા ભરેલ ટેમ્પો શહેરા ફોરેસ્ટ ઓફિસ ખાતે જપ્ત કરી આ બાબતે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.