
શહેરા, શહેરા તાલુકાના આરોગ્ય વિભાગ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ‘’વિશ્વ તમાકુ નિષેઘ દિવસ”ની ઉજવણી કરાઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘજીપુર ખાતે ‘’વિશ્વ તમાકુ નિષેઘ દિવસ”ની ઉજવણી તથા નશામુકત ભારત અભિયાનનો શુભારંભ આરોગ્ય વિભાગ અને પ્રજાપિતા બ્રહમાકુમારી વિશ્વ વિદ્યાલય, શહેરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ મુખ્ય તાલુકાના આરોગ્ય અઘિકારી ડો.ભરતભાઈ ગઢવી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓફિસર વાઘજીપુર ડો.રમેશભાઈ સંગાડા, લેબોરેટરી ટેકનીશ્યન વાઘજીપુર ભ્રાતા ધર્મેશભાઈ ઠાકર તથા પ્રજાપિતા બ્રહમાકુમારી વિશ્વ વિદ્યાલયના શહેરા ના સંચાલિકા રતનદીદી, જયાબેન દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું.પ્રજાપિતા બ્રહમાકુમારી વિશ્વ વિદ્યાલયના રતન દીદી ઘ્વારા તમાકુ તેમજ વ્યશનથી થતી શારીરિક બિમારીઓ કૌટુંબીક કલેશ સામાજીક અને આર્થિક રીતે નુકશાન, મેન્ટલ ડીપ્રેશન અને આ કારણોથી બીજા વ્યકિતઓ અને બાળકોના આરોગ્ય પર થતી જોખમી અસરો વિશે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે મુખ્ય તાલુકા આરોગ્ય અઘિકારી ડો. ભરતભાઈ ગઢવી, એ તમાકુના વ્યશનથી અને નશીલા પદાર્થોના સેવનની લત-આદતોમાંથી બહાર આવવા માટે વ્યકિતના ર્દઢ નિશ્ચય કરાવ્યું બ્રહ્મા કુમારી જયાદીદી એ નશા મુક્તી ની પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેમાં ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, ફિમેલ હેલ્થ વર્કર,આશા ફેસીલેટર, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર તમામ સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘજીપુર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે નશામુક્ત ભારત અભિયાન અંગેના રથનો પ્રસ્થાન મુખ્ય તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરતભાઈ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.