શહેરા તાલુકામાં એસસી, એસટી, ઓબીસી સમાજના લોકો ઉપર હુમલાની ધટનાના વિરોધમાં ધરણા ઉપર બેઠેલ લોકોને 20 સપ્ટેમ્બર સુધી કાર્યવાહીની ખાત્રી અપાઈ

શહેરા તાલુકામાં રહેતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકો પર કેટલાક માથાભારે ઈસમો દ્વારા હુમલાઓની ઘટનાઓને લઈને છેલ્લા પાંચ દિવસથી ધરણા ઉપર બેઠેલા આદિવાસી સમાજના અગ્રણી ઓને પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા આગામી 20 સપ્ટેમ્બર સુધી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી અને લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી.જેને લઈને ધરણા ઉપર બેઠેલા ધરણાકારીઓએ પોતાનું ધરણા પ્રદર્શન સ્થગિત રાખવામાં આવ્યું હતું.

બીજી બાજુ શહેરા તાલુકામા રહેતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોની માંગણી 20 તારીખની અંદર સ્વીકારવામાં નહિ આવે તો ફરીથી 21 તારીખે ધારણા ઉપર બેસી ઉગ્ર દેખાવો કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે તેવું પ્રવીણભાઈ પારગી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

શહેરા તાલુકામા રહેતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકો પર કેટલાક માથાભારે ઈસમો દ્વારા હુમલાઓની ઘટનાઓને લઈને 200થી વધારે આદિવાસી આગેવાનો ભેગા મળીને જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાંચ મુદ્દાઓમાંથી એક મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યું હતું. જ્યારે બાકીનાં ચાર મુદ્દાઓને લઈને છેલ્લા પાંચ દિવસથી ધરણા ઉપર બેઠેલા હતા. જ્યારે ખુદ પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક જાતે આવી અને ધરણાનું સુખદ સમાધાન કર્યું હતું.

જેમાં પોલીસ અધિક્ષક આગામી 20 સપ્ટેમ્બર સુધી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી અને લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી. જેને લઈને ધરણા ઉપર બેઠેલા ધરણાકારીઓએ પોતાનું ધરણા પ્રદર્શન સ્થગિત રાખવામાં આવ્યું હતું. બીજી બાજુ શહેરા તાલુકામા રહેતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોની માંગણી 20 તારીખની અંદર સ્વીકારવામાં નહિ આવે તો ફરીથી 21 તારીખે ધારણા ઉપર બેસી ઉગ્ર દેખાવો કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે.