શહેરા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડના આક્ષેપ સાથે ડી.આર.ડી.એ.ખાતે આવેદન અપાયુ

શહેરા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કોૈભાંડ ચાલતુ હોવાના આક્ષેપ સાથે તમામ ગ્રામ પંચાયતોમાં તપાસ કરવા માટે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે રજુઆત કરી હતી.

શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે શહેરા તાલુકામાં દરેક પંચાયતોમાં એનઆરજી મનરેગા યોજનામાં ચાલતા વિકાસના કામો માટી, મેટલ, ચોકવોલ, કુવા, તેમજ અન્ય યોજનાઓમાં અગાઉનુ વિકાસનુ કામ કરેલ હોય માટે, મેટલ, ચેકવોલ ફરીથી એ જ જગ્યા પર બનાવવામાં આવે છે.

વર્ષો જુનો ચેકવોલને ફરીથી પ્લાસ્ટર મારીને નવો બનાવીને ચેકવોલ બનાવ્યા વગર જ રૂપિયા ઉપાડી લેવાયા છે. તેમજ ધણી જગ્યાએ જમીન સમતલ હોય ત્યાં પણ ચેકવોલ ગેરકાયદેસર બનાવવામાં આવ્યા છે. તેમજ 200-300 મીટરનુ અંતર જાળવવાનુ હોય તેમ છતાં અંતર જાળવ્યા વગર ચેકવોલ બનાવ્યા છે. તેમજ જીયો ટેગિંગની જગ્યાએ અલગ સર્વે નંબર અને અલગ ચેકવોલ અલગ જગ્યાએ બનાવવામાં આવે છે. તેમજ માટી-મેટલ રસ્તામાં 400 મીટરનો રસ્તો મંજુર હોય ત્યાં ફકત 100 મીટરનો રસ્તો બનાવવામાં આવે છે. અને રૂપિયા 400 મીટરના ઉપાડી લેવામાં આવે છે. શહેરા તાલુકાની હોઈ પણ ગ્રામ પંચાયતમાં માટી-મેટલ, રસ્તા, પુરા કરેલ નથી. તેમજ મેટલની જગ્યાએ માટી-મોૈરમનો જ ઉપયોગ કરવામાં આવે છે.