શહેરા, શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા ઈસમે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી બાતમી એલ.સી.બી.પોલસીને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂના કવાટરીયાય નંગ-720 કિંમત 34,200/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાંં આવ્યો. પોલીસને રેઇડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ધામણોદ ગામે રહેતા નરેશભાઇ જીવાભાઇ વણકર એ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને તળાવના ખુલ્લા ભાગમાં રાખીને સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી બાતમી એલ.સી.બી.પોલીસને મળી હતી. બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂના કવાટરીયા નંંગ-720 કિંમત 34,200/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને રેઈડ દરમિયાન દારૂ મંગાવનાર નરેશ વણકર મળી નહીં આવતા આ બાબતે શહેરા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.