શહેરા,શહેરા તાલુકામાં આંબેડકરની જન્મ જયંતિની અનેક સ્થળે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે પટીયા ખાતે રૂપિયા 35 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મીત વણકર સમાજના ભવનનું ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનું પણ અનાવરણ જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને જોઈન્ટ કમિશનર દીપકભાઈ ઝાલા તેમજ ભાજપ જીલ્લા પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ સહિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યુ હતું.
શહેરામાં દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે પટિયા ખાતે 35લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત વણકર સમાજના ભવનનું ઉદ્ઘાટન જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી, જોઈન્ટ કમિશનર દીપકભાઈ ઝાલા, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્ર્વિનભાઇ પટેલ સહિતના હસ્તે કરવામાં આવ્યું હતું અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. વણકર સમાજના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત જીલ્લા પોલીસવડા સહીત ભાજપ પ્રમુખ અને અગ્રણીઓ તેમજ મહાનુભાવોનું ફૂલનો હાર પહેરાવીને, સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ જોઈન્ટ કમિશનર દીપકભાઈ ઝાલા એ ઉપસ્થિત સૌને વ્યસનથી દૂર રહેવા સાથે દીકરા દીકરીને વધુ શિક્ષણ આપવા માટે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી, જોઈન્ટ કમિશનર દીપકભાઈ ઝાલા ,જીલ્લા ભાજપ પ્રમુખ અશ્ર્વિનભાઇ પટેલ, શહેરા તાલુકાના ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, જીલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારીયા, નવજીવન જનસેવા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ હીરાભાઈ વણકર, મંત્રી મનુભાઈ વણકર, જીલ્લા પંચાયતના ન્યાય સમિતિ ચેરમન મણી બેન રાઠોડ, જીવાભાઈ વણકર, નાંદરવા ગામના યુવાન અગ્રણી ભુપેન્દ્રભાઈ વણકર સહિત વડીલો અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.