શહેરા,શહેરા તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100માં એપિસોડ મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. જ્યારે મન કી બાત કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ જોડાતા ટાઉનહોલની ખુરશીઓ બેસવા માટે ઓછી પડી ગઈ હતી.