શહેરા,શહેરા સહિત સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી.જ્યારે ભાઈ બહેનના હેતના આ પર્વમા બહેન એ પોતાના વીરા ને તિલક કરી રાખડી બાંધવા સાથે મો મીઠું કરાવ્યું હતું.જ્યારે ભાઈ એ પણ યથાશક્તિ પોતાની બહેનને ભેટ આપી હતી. જ્યારે બ્રાહ્મણોએ પણ બળદેવના પવિત્ર પર્વને લઇને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી.
શહેરા સહિત સમગ્ર જિલ્લામા ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના આગલા દિવસે રાખડી બજારમાં બહેનોએ ભાઈઓ માટે રાખડીઓની ખરીદી કરવા માટે ભીડ જોવા મળી હતી. રક્ષાબંધનના દિવસે બહેનોએ કુમકુમ તિલક કરી ભાઈઓને રાખડી બાંધી આરતી ઉતારીને સૂખમય લાંબા જીવન માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ રાખડી બાંધવા આવેલી બહેનોએ મનગમતી ભેટ પણ આપી હતી, બહેનોએ રાખડી બાંધીને મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠું કરાવ્યું હતું. બજારોમાં આવેલ મીઠાઈઓની દુકાનો પર મીઠાઈ ખરીદવા માટે ભીડ જોવા મળવા સાથે ગત વર્ષ કરતા આ વખતે મીઠાઈના ભાવોમાં થોડો ઘણો વધારો થયો હતો. જ્યારે ભૂદેવો એ વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ મા જનોઈ બદલી હતી. સબ જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વને લઈને જેલમાં સજા ભોગવતા કેદીઓને તેમની બહેનો રાખડી બાંધવા માટે આવી હતી. એસટી વિભાગ દ્વારા પણ આ વખતે પર્વને ધ્યાનમાં લઈને વધુ બસો દોડાવવામાં આવી હતી. સારી વ્યવસ્થાને કારણે એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો સમયસર સ્થળ પર પહોંચી શક્યા હોવા સાથે એસટી વિભાગ ને પણ સારી એવી આવક આ વખતે થવા પામી હતી. પોલીસ તંત્ર દ્વારા પણ મહત્વના સ્થળો પર બંદોબસ્ત ગોઠવવામાં આવા સાથે પોલીસ સ્ટેશન ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી નગર અને તાલુકામાં તેમજ સમગ્ર જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવવા સાથે કોઈ અનિચ્છનીય ઘટના પણ બનવા પામી ન હતી.