શહેરા, પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનિજ ચોરીની પ્રવૃતિને ડામવા માટે ખાણ ખનિજ વિભાગની અધિકારીઓની ટીમ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરીને ખનિજ ચોરી કરી હેરાફેરી કરતાં વાહનોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ખાણ ખનિજ વિભાગે બાતમીના આધારે શહેરા તાલુકામાં ચેકીંંગ દરમ્યાન ઓવરલોડ કવાર્ટસ અને રેતી ભરેલ 4 ટ્રક સહિત 70 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
શહેરા તાલુકામાં ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ગતરોજ નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, શહેરા તાલુકા માંથી ઓવરલોડ કવાર્ટઝની -2 ટ્રક મળી, રેતી ભરેલ 2 ટ્રક મળી 70 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનિજ માફિયાઓને ડામવા માટે અસરકારક કામગીરી કરી રહી છે. તેમાં ખનિજ ચોરી કરી વહન કરતાં વાહનોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જેને લઈ ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.