શહેરા તળાવની પાળ ઉપર જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા

શહેરા, શહેરા તળાવની પાળ ઉપર કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી બે જુગારીયાને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તળાવની પાળ ઉપર કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન શાકીબ માસૂમ બેલીમ, મોહસીન ફરીદ શેખને ઝડપી પાડી દાવ ઉ5ર મુકેલ તેમજ રોકડ મળી 1,140/-રૂપયાનો મુદ્દામાલ જ્પ્ત કરી આ બાબતે શહેરા પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.