શહેરાના તાડવા પાટીયા પાસે પસાર થતી તુફાન ગાડીમાં આગ; ડ્રાઇવરનો આબાદ બચાવ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે પસાર થતી એક તુફાન ગાડીમાં આકસ્મિક રીતે આગ લાગતાં અફડાતફડી મચી હતી. આગને લઇ ગાડી ભડભડ સળગી ઉઠી હતી. જો કે ગાડીનો ડ્રાઈવર સમય સુચકતા વાપરીને ગાડીમાંથી ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આગ ક્યા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. ગાડીમાં આગ લાગતાં આજુબાજુના લોકટોળા ઉમટી પડ્યા હતા.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે એક તુફાન ગાડી પસાર થઈ રહી હતી. તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગમાથી ધુમાડો જોવા મળતા ગાડીનો ચાલક તરત જ ગાડીમાંથી ઉતરી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા ગાડી ભડભડ સળગવા લાગી હતી. જ્યારે આગના બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ લાગવાને કારણે પસાર થતા લોકટોળા ઉમટી પડ્યા હતા. તુફાન ગાડી અણીયાદથી ગોધરા તરફ જઈ રહી હતી, તે સમયે શોર્ટ સર્કિટના કારણે એન્જીનના ભાગે આગ લાગતા ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવામા આવી રહ્યું છે.