શહેરા સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામીનારાયણ ભગવાનને ફુલોના હિંડોળામાં ઝુલાવાયા

શહેરા સ્વામિનારાયણ મંદિર મા અવનવા ચલણી નોટો, ફૂલો, ફળ, કાજુ બદામ સહિતના હીંડોળાના ભરવામાં આવ્યા હતા. ભાવિક ભક્તો સ્વામિનારાયણ ભગવાનને ફૂલોના હીંડોળામાં ઝુલાવવાનો લ્હાવો લીધો હતો.

શ્રાવણ માસ એટલે ભક્તિનો માસ કહેવામા આવે છે, હીંડોળા ઉત્સવનું પણ ખાસ મહત્વ રહેલુ છે. ત્યારે પંચમહાલના શહેરા સ્વામિનારાયણ મંદિર ખાતે કાજુ-બદામ, ચલણી નોટો, રાખડી, ફળ, ફૂલો સહિતના અવનવા હીંડોળા ભાવિક ભક્તો દ્વારા ભરવામાં આવ્યા હતા. દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો ભગવાન સ્વામિનારાયણને શણગારેલ હીંડોળામાં ઝુલાવવાનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે આવતા ભક્તો ભજન, ધૂન કીર્તન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

અહીં ભાવિક ભક્તો દ્વારા હીંડોળાને શણગારી અલૌકિક સ્વરૂપ આપવામા આવી રહયા છે. નગરમાં સ્વામિનારાયણ મંદિર અને ગોકુલ નાથજી મંદિર ખાતે હીંડોળા દર્શનનો ઉત્સવ ધામધૂમ થી ઉજવવામાં આવી રહયો છે. ભક્તો પણ નિત અવનવા શણગારેલ હીંડોળાના દર્શન કરવાનું ચૂકતા નથી.