શહેરા,
શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલૂકા અને જીલ્લા પંચાયતની ચુટણીનો પ્રચાર પુરજોશ સાથે અંતિમ ચરણમાં છે. ત્યારે તાલુકાની વાડી જીલ્લા પંચાયત અને તરસંગ તાલુકા પંચાયતની બેઠક વચ્ચે ભાજપ-કોંગ્રેસની સાથે સાથે પારિવારીક જંગ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપમાં ઉભા રહેલા કાકી-સાસુ અને કોંગ્રેસમાં ઉભા રહેલ ભત્રીજા વહુ એક બીજા ના પક્ષ ને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહયા છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે.તેનો પ્રચાર અંતિમ ચરણમાં છે.વાડી જીલ્લા પંચાયત બેઠક પરથી ભાજપ માથી લીલાબેન દિલીપસિંહ સોલંકી લડી રહ્યા છે.ત્યારે તરસંગ તાલૂકા પંચાયત બેઠક પરથી જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષ માથી લડી રહયા છે.
બંને વચ્ચેનો સંબધ ભત્રીજા વહુ અને કાકીસાસુનો છે.ભાજપની જિલ્લા પંચાયતની મહિલા ઉમેદવાર લીલા બેન કાકી સાસુ થાય છે જ્યારે તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર જલ્પાબેન તેમની ભત્રીજા વહુ થાય છે. આ બે મહિલા ઉમેદવાર પરીવાર સાથે ઘરકામ,રસોડાકામ સંભાળતા પોતપોતાનુ કામ પતાવીને સ્થાનિક મતદારોની વચ્ચે જઈને પ્રચાર કરે છે.ચૂંટણી લડી રહેલા ભાજપ માથી કાકી સાસુ લીલાબેન અને કોંગ્રેસ માંથી ભત્રીજા વહુ જલ્પાની ઘરની એક દિવાલ હોવા સાથે એક કુટુંબના છે.વાડી જિલ્લા પંચાયત અને તરસંગ બેઠક પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મા બે રાજકીય પક્ષ દ્વારા સોલંકી સમાજના ઉમેદવારો ને મેદાનમાં ઉતાર્યા છે.જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ તખત સિંહ સોલંકી કોંગ્રેસવાળી જિલ્લા પંચાયત મહિલા ઉમેદવાર કિરણબા જશવંત સોલંકી અને તરસંગ તાલુકા પંચાયત ના જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી સહિતના ઉમેદવાર ને જીતાડવા માટે પ્રચાર કરતાં જોવા મળ્યા હતા.પણ સામે જે જિલ્લા પંચાયતના ભાજપ મહિલા ઉમેદવાર લીલાબેન દિલીપ સિંહ સોલંકી તેમના નાનાભાઈ દિલીપસિંહની વહુ થાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો કોને જીતાડે છે. આ ચૂંટણી સોલંકી પરીવાર માટે અને આ વિસ્તાર ના મતદારો માટે યાદગાર બની રહેતો નવાઈ નહિ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરામાં વાડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી રસાકસી બને તો નવાઈ નહી. બે રાજકીય પક્ષમાં જિલ્લા પંચાયતમાં લીલાબેન સોલંકી ભાજપ માંથી છે. જ્યારે સામે કોંગ્રેસ માંથી કિરણબેન જશવંતસિંહ સોલંકી છે. તાલુકા બેઠક વાડી પર રાજેન્દ્રસિંહ સોલંકી ભાજપ માંથી અને જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી તરસંગ બેઠક પરથી ચૂંટણી લડી રહયા છે. જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર લીલાબેન દિલીપસિંહ સોલંકી તેઓ જીતવા માટે અને ચાર તાલુકા બેઠક ભાજપને જીતાડવા માટે પોતાની ભત્રીજા વહુ ને હરાવવા માટે મેદાન મા ઉતર્યા છે.એજ રીતે ભત્રીજા વહુ જલ્પાબેન સોલંકી પણ પોતાની કાકી સાસુ ને હરાવવા સાથે તેઓ જિલ્લા પંચાયત અને તાલુકા બેઠક કોંગ્રેસ જીતે તે માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.